online marketing મોબાઇલની રાખો સાવચેતી | Shailesh Gauswami Tech.

0

 હોળી પર મોબાઇલની રાખો સાવચેતી

Post : Gauswami shailesh

રંગોનો તહેવાર હોળી અને ધુળેટીને હવે થોડાક જ દિવસોની વાર છે, પણ બાળકોમાં હોળીનું પ્રિ-સેલિબ્રેશન તો અત્યારથી શરૂ થઈ ગયું છે. ઘરમાં અચાનક બાળક મસ્તી-મસ્તીમાં પાણી નાખી દે છે અને કહે છે "હોળી છે." તેને ખ્યાલ નથી હોતો કે આપણા પર્સમાં પાકીટની સાથે મોબાઇલ જેવી વસ્તુઓ પણ હોય છે. બસ, બાળક પોતાની મોજ-મસ્તીમાં જ ખોવાયેલું હોય છે. આપણે બાળકને કંઈ કહી પણ શકતા નથી. આ સિવાય હોળી પર મોટાભાગના લોકોનો મોબાઇલ પાણીમાં પડવાથી ખરાબ થઈ જતો હોય છે. ફોન પાણીમાં પડયા પછી થોડી સાવધાની રાખો તો મોબાઇલ ફરીથી કામ કરવાનું શરૂ કરી દે છે. આવો જાણીએ કેટલાક બેઝિક ફંડા જેનાથી તમે મોબાઇલ કેટલીક હદ સુધી સુરક્ષિત રાખી શકો છો.

ફોનની સ્વિચ ઓન ન કરો

મોબાઇલ એક્સ્પર્ટના જણાવ્યા અનુસાર મોબાઇલ પાણીમાં પડયા પછી મોબાઇલને તરત જ સ્વિચ ઓફ કરીને તેમાંથી બેટરી કાઢી લેવી જોઈએ. ત્યારબાદ મોબાઇલમાં રહેલ સિમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ કાઢી લો. મોબાઇલની બેટરી કાઢયા પછી મોબાઇલને પેપર ટોવલથી સાફ કરીને તડકામાં મૂકી દો. જો તમે કોઈ સમય અને સંજોગો અનુસાર ફોનને તડકામાં ન મૂકી શકતા હોવ તો તરત જ મિકેનિકની પાસે લઈ જાઓ. મેકેનિક તમારા મોબાઇલને એસિટોન લિક્વિડથી સાફ કરી દેશે. આ લિક્વિડ ઉપયોગમાં ખૂબ જ સરળ છે. આ લિક્વિડ પેટ્રોલની જેમ મોબાઇલમાંથી તરત જ ઊડી જાય છે.

ફોનમાં સ્પોકિંગનો ખતરો

જો ફોન પાણીમાં પડયો હોય તો તેને મોબાઇલ રિપેરિંગ સેન્ટરમાં એક વખત અવશ્ય બતાવી દેવો જોઈએ. જો તમે ર્સિવસ કરાવ્યા વગર મોબાઇલ ચાલુ કરશો તો ર્સ્પાિંકગનો ખતરો ઊભો થઈ શકે છે. આ ર્સ્પાિંકગને કારણે મોટાભાગે ફોનની આઇસી ખરાબ થઈ જતી હોય છે. જેનાથી આપણને મોટો ખર્ચાે પણ આવી શકે છે. જો તમે ફોનની ર્સિવસ નથી કરાવતા તો ભવિષ્યમાં મોબાઇલમાં પ્રોબ્લેમ આવી શકે છે અને ફોનનુ આયુષ્ય પણ ઘટી જાય છે.

હોળી પર આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે


  •   ફોનની જરૂર ન હોય તો ઘરે મૂકીને જ હોળી અને ધુળેટીનું સેલિબ્રેશન કરો.
  •  ફોન સાથે રાખવો જરૂરી હોય તો તેને પ્લાસ્ટિકની કોથળીમાં રાખો, જેથી કરીને પાણી મોબાઇલમાં   ન જાય.
  •   જો તમારી પાસે ટુ-વ્હિલર કે ફોર વ્હિલર હોય તો સેલિબ્રેશન વખતે મોબાઇલ અવશ્ય તેમાં મૂકવો.
  •   મોબાઇલ પાણીમાં પડે તો તરત તડકામાં મૂકી દો.
  •   પાણીમાં મોબાઇલ પડયો હોય તો ચાલુ ન કરવો.
  • ટેક-ટોનિક : ગોપાલ મહેતા (sandesh news)

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Top